Proverb | Meaning |
જમણો હાથ કરે તે ડાબો હાથ ન જાણે | ખૂબ છાનું રાખી દાન કરવું. |
જમણો હાથ મોં ભણી વળે | પોતાનાંનું જ ભલું કરવાનું મન થાય. |
જમના મોતે મૂઓ, તેને ટીકીટીકી શું જુઓ! | મરવા લાયક હતો ને મૂઓ એને હવે ધ્યાનથી જોવાની શી જરૂર? |
જમનાં તેડાં સાચાં પણ સરકારનાં તેડાં ખોટાં | યમપુરીમાં જવું સારું પણ કચેરીએ જવું ભૂંડું. |
જમને કાંઈ તેડું જોઈતું નથી | મરણને બોલાવવું પડતું નથી. |
જમને કાંઈ દયા હોતી નથી | મૃત્યુના દેવ પોતાની ફરજ બજાવતાં દયામાયા જોતા નથી. |
જમને તેડું નહિ, ને બાવળિયાને ખેડું નહિ | મરણ વિના આમંત્રણે આવે અને બાવળ વગર બી વાવ્યે ઊગે. |
જમને માળવો કંઈ દૂર નથી | (માળવા જવું મારવાડ જેવા દૂરના સ્થળે જવું) જમને આવતાં વાર લાગતી નથી. |
જમનો પરોણો ભેંસ માગે | યમરાજને પાડાનું વાહન છે તેથી યમદૂત પાડો જણનાર ભેંસ માગે. |
જમરૂખ બાઈ રે જમરૂપ બાઈ, ને તારે મારે શી સગાઈ? | હે જામફળી, તારે મારે જામફળ ખાવાનો સંબંધ છે. |
જમરૂખમેં ખજાલત પડી | (ખજાલત શરમ; લજ્જા) જામફળીને લજ્જા આવી. |
જમવા આવજો, ને હાંલ્લા ફૂટી ગયાં | જમવા ટાણે જગલો ને કૂટવામાં ભગલો. |
જમવાના વખતે જાની ને ટાંપા વખતે તરવાડી (ત્રિવેદી) | એક જ વ્યક્તિની સાથે જુદા જુદા સમયે જુદું જુદું વર્તન કરવું તે. |
જમવામાં જગલો ને કૂટવામાં ભગલો | મહેનત કરનાર કરે ને મહેનતનું ફળ મેળવે બીજું જ કોઈ. |
જમવામાં જગલો, ને કૂટવામાં ભગલો | જમવામાં જીવો ને સ્મશાને જાય શિવો. સારા પ્રસંગે અમુક ને માઠા પ્રસંગે બીજું. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.