જમાઈ ગયો ભૂખ્યો, તો કોનો કૂલો દુખ્યો?

Proverb Meaning
જમાઈ ગયો ભૂખ્યો, તો કોનો કૂલો દુખ્યો? જમાઈ રિસાઈને ગયા તો ભલે ગયા.
જમાઈ જમ અને જાચક ત્રણે એક સ્વભાવ, લિયા, લિલેગા ઓર લેને ઉપર ભાવ જમાઈ જમ અને જાચક એમના સ્વાર્થમાં જ હોય.
જમાઈ ને જમ બરાબર જમાઈ ને જમ એમના સ્વાર્થમાં જ રચ્યાપચ્યા.
જમાઈની જગા ખાસડાં આગળ જમાઈને છેટા જ સ્થાને રાખવા.
જમાઈનું નામ સાંભળી સાસુ મસાણમાંથી ઊભે થઈ છે સાસુને જમાઈ પર ભાવ હોય છે.
જમાઈને ત્યાં ઘોડું ને સાસુને હણહણાટ જમાઈના સુખથી સાસુ મલકાય.
જમાડનાર જમાડે તો જમનાર ક્યાં જાય? જમવા સૌ આવે.
જમાની તે જોડવાની જામીન થઈએ તો ઘરના જોડવાના આવે.
જમાનો આવ્યો પાપનો કે દીકરો નહીં બાપનો કળિયુગમાં સગાઈસંબંધ પણ માણસ ભૂલી જાય છે.
જમાનો આવ્યો પાપનો, ને દીકરો નહિ થાય બાપનો કળિકાળ છે એટલે દીકરો પણ સગો નહિ થાય.
જમાનો સૌને જેર કરે છે વખત બધાંને વશ કરે છે.
જમીન ને આસમાન એક થયું છે એવી ઝંઝાવાત છે કે આભજમીન એક થયાં છે.
જમીન પર પગ ન મૂકવો ગર્વથી બહેકી જવું.
જમીન પર પગ નહિ ઠરવો એવું અભિમાન કે બીજા તરફ તુચ્છકાર ધરાવવો.
જમીનમાં દાટે ત્યાંથી પણ બોલે કોઈને બોલ્યા વિના ન છોડે એવું માણસ.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects