| Proverb | Meaning | 
| જશને મળે તસ, તો હારેમન થાય વશ | (હારેમન હારેલું મન; તસ તેવું) જશને જશ જેવું મળે તો હાર્યું મન ખુશ થાય. | 
| જશમાં જૂતિયાં ને નફામાં ખાસડાં | યશની જગ્યાએ અપયશ. | 
| જા કુત્તા બિલ્લીકુ માર | કૂતરા, બિલાડીને માર. | 
| જા બિલાડી મોભા મોભ | છાપરાંની ઉપર ને ઉપર; બારોબાર; દરકાર વગર | 
| જા બિલ્લી કુત્તેકો માર | જાતે કામ ન કરે અને એક બીજાને, બીજો ત્રીજાને સોંપ્યા કરે. | 
| જા બિલ્લી, કુત્તેકુ માર | જવાબદારી બીજાને માથે ઢોળી દેવી. | 
| જા બે લકડી કુત્તેકુ માર | જા લાકડી, કૂતરાને માર. | 
| જા રે ભેંસ પાણીમાં! | જા ભેંસ, પાણીમાં. | 
| જાંગલો જાય, ને કૂતરો ભસે | (જાંગલો અંગ્રેજ, તુંગિયા પહેરીને જતી વ્યક્તિ) જંગલી પાછળ ભલે ને કૂતરાં ભસે. | 
| જાંગલો મરે, ને હરાજ થાય | જાંગલો મર્યો ને એની દોલત હરાજ થઈ. | 
| જાએ ન આવ્યાં તે નાહ્યે શું આવે? | બાળકના જન્મવેળા ન આવ્યાં તે હવે દશઊઠણ વગેરે પતાવી નાહી ઊઠી ત્યારે શું આવે? | 
| જાકા પડ્યા સ્વભાવ, જાયગા જીવસે | પ્રાણ ને પ્રકૃતિ મર્યે જાય. | 
| જાકે બોલે બંધ નહિ, મરમ નહિ મન માંય, તાકી સંગત કીજિયે, તો છોડ ચલે વન માંય | જે વાત પેટમાં રાખી શકે તેમ ન હોય તેની સોબત છોડવી. નહિતર ઘર છોડવા વારો આવે. | 
| જાગતાની પાડી ને ઊંઘતાનો પાડો | સાવધાન રહેનાર સફળતા મેળવે છે, જ્યારે ગાફેલ રહેનારને નિષ્ફળતા સાંપડે છે. | 
| જાગતાની પાડી, ને ઊંઘતાનો પાડો ચોરને વસાવો, શાહુકરને નસાડો, જોગીની ઝોળીમાં ડાકણી સંતાડો, ચમારને બારણે ગૌઆં બેસાડો | જોગી પિશાચણીને ભગાડી મૂકે ને ચમાર ગાયને ઓહિયાં કરી જાય. | 
 
            કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
 
            બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
 
            મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.