Proverb | Meaning |
જાન હૈ તો જહાન હૈ | કોઈ નુકસાન કરે તેથી ગભરાવું નહીં, જીવતા હોઈશું તો બધું પાછું મળશે. |
જાન, જોડું, ને વગોણું ત્રણે સરખાં | જાન, જોડું (યુગલ) ને વગોણું ત્રણે સરખાં. |
જાન, જોરું, ને જાતરા ત્રણે મોંઘાં | ત્રણે મોંઘાં. |
જાનને જમ્યાનો લાભ ને વરને પરણ્યાનો લાભ | જાનૈયાને જમણ વહાલું ને વરને વહાલી કન્યા. |
જાનમાં કોઈ જાણે નહિ ને હું વરની ફૂઈ | સઘળું કામ મારા થકી થાય છે એવો આડંબર કરવો. |
જાનમાં કોઈ જાણે નહિ ને હું વરની ફોઈ | કોઈ ભાવ પૂછતું ન હોય છતાં બધામાં માથું મારવું. |
જાનમાં કોઈ જાણે નહિ, ને હું વરની ફોઈ, ગાડાંમાં કોઈ લે નહિ ને દોડી દોડી મૂઈ | કાર્યનો બધો ભાર પોતાના માથે છે એવા ભ્રમની વ્યક્તિ. |
જાના હૈ રહેના નહિ, જાને બીસવે બીસ, એસી સેજ સોહાગ પર કોણ ગૂંથાવે શીશ | મનુષ્ય દેહ નાશવંત છે માટે એની લાલપલા છોડવી. |
જાની જાની સબ કોઈ કહે, પર જીકી જાની ન જાએ, જાનીસે જાની મિલે, તબ કુછ જાની જાએ | (જાની જ્ઞાની) જ્ઞાનીને જ્ઞાની સાથે મળ્યાનો આનંદ થાય. |
જાને જવું, ભોંયે સૂંવું, ને ભૂખે મરવું | લગ્નની જાનમાં થોડી આપદાઓ પણ પડે. |
જાનૈયાને જમણ વહાલું, ને વરને વહાલી કન્યા, ગોરને પણ કન્યા વહાલી, એ મોટો અન્યા | (અન્યા અન્યાય) આ સૌ પોતપોતાના લાભનો જ વિચાર કરે છે. |
જામીન થઈને ગાંઠનું ગોપીચંદન ઘસવું | જામીન થઈને ઘરના પૈસા ખર્ચી ખુવાર થવું. |
જામે જીતની બુદ્ધિ, ઉતની કહે બતાએ, વાકો બૂરો ન માનીએ, ઔર કહાંસે લાએ | દરેક જણ પોતાની બુદ્ધિ જેટલી જ કામગીરી કરી શકે. |
જાય ઝાઝાનું કે જાય વાંઝિયાનું | જે કુટુંબ પાસે ઝાઝું હોય તેનું કે વંઝિયાનું ધન આડેધડે ગયા જ કરે. |
જાય તે શોભામાં, ને રહે તે તોબામાં | (જાય મરણ પામે, રહે જીવતું રહે) મરણ પામે તે શોભા વધારતું જાય ને જીવતું રહે તે હવે બહુ થયું એમ લાગે. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.