જીભને લગામમાં રાખવી

Proverb Meaning
જીભને લગામમાં રાખવી જીભને વશમાં રાખવી.
જીભને વારજે નહિતર જીભ દાંત પડાવશે માથા મોંને વાર નહિતર મોં માથું ભગાવશે. કોઈની જીભ ચાલે તો કોઈના હાથ ચાલે.
જીભને વારજો, નહીં તો દાંત પડાવજો જીભ ઉપર સંયમ ન રાખી ગમે તેમ બોલીએ તો તમાચાય પડે, દાંત પણ પડે. બોલવામાં સંયમ રાખવો તે જ ઉત્તમ છે.
જીભમાં ઝેર તો જગતથી વેર કડવું બોલવાથી દુશ્મનાવટ વધે છે.
જીભમાં ઝેર તો મલકથી વેર કડવી વાણી બધાથી અપ્રીતિ કરાવે.
જીભમાં ઝેર, ને જીભમાં જ અમૃત જીભનો સારો ઉપયોગ કરીએ તો અમૃત વરસે ને ખોટો ઉપયોગ થાય તો ઝેર બને.
જીભલડી રે બાપલડી, તું બોલી છે અપાર, તું બોલીને પેસી જાય, ત્યારે ખાસડાં ખાય કપાળ દોષ જીભનો છે.
જીવ કોને વહાલો નથી? મરવું કોઈને ગમતું નથી.
જીવ જવાનો સોદો જીવના ભોગનો કરાર.
જીવ જાણે કે કોથળો કે જાણે બનિયાકા હાટ જીવ કીમતી છે.
જીવ જાય તો ભલે પણ વેશ લજવીશ ના બહુરૂપીએ સતીનો વેશ કાઢેલો ને એ વેશમાં સતી તરીકે ચિતાએ ચઢવું પડ્યું તો તે સળગી ગયો પણ બહુરૂપીનો વેશ ન લજવ્યો.
જીવ જાય સો જાને દિયો, મત જાને દિયો શરીર, બિગર પણછકી કામઠી, તર ક્યાંસે લગ તીર આત્મા ભલે જાય; ખોળિયું તો સાચવો.
જીવ જાય, પણ જીવનો લેનાર ન જાય હું મરું પણ મને મારનાર જીવો.
જીવ જાળામાં, મન માળામાં હાથમાં માળા પણ મન તો દાવપેચના વિચારોમાં જ.
જીવ જૂઠો, ને દાનત લુચ્ચી સાંગોપાંગ હરામખોર.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects