Proverb | Meaning |
જીવતાંની ખોડ મૂએ જાય | મરે ત્યાં સુધી સ્વભાવ ન બદલાય. |
જીવતાંની ગણતી, ને મૂઆંની ભરતી | જીવતું હોય ત્યારે તેની પ્રતિષ્ઠા કરાય ને મરે ત્યારે કશું વિશેષ ન કરાય એવો સમાજ છે. |
જીવતાંની રોજી, ને મૂઆંને બેહેશ્ત | સુખે જીવે ને મરીને સ્વર્ગ પકડે. |
જીવતાની ખોડ મૂએ જાય | જે સ્વભાવ પડ્યો હોય તે મર્યા પછી જાય. |
જીવતી માખ નહિ ગળાય | ખોરાકમાં મરેલી માખ આવે તે પેટમાં જવા દેવાય પણ જીવતી માખ મોંમાં ન આવવા દેવાય. |
જીવતો ગધેડો, ને મૂએલો વાઘ | મૂએલાનાં વખાણ થાય. |
જીવતો નર ફરી વસાવશે ઘર | માણસ જીવતો હશે તો ઘર તો ફરી ઊભું કરશે. |
જીવતો નર ભદ્રા પામે | માણસ જીવતો રહે તો ગમે ત્યારે સુખી થઈ શકે છે. (૨) જીવતો માણસ ગુમાવેલું બધું પાછું મેળવી શકે. |
જીવતો રહેજે, ને ઉકરડો ખોળી ખાજે! | બેટા, લાંબું જીવજે ને ઉકરડેથી ખાઈ સુખી થજે. |
જીવતો રહેજે, ને જોગી થજે! | બેટા, લાંબું જીવજે ને સાધુ થઈ સુખશાંતિ પામજે. |
જીવતો હાથી લાખનો, મૂએ સવા લાખનો | મૃત્યુ પછી જ પ્રાણીની કે માનવીની ખરી કિંમત થાય છે. |
જીવતો હાથી હજારનો, ને મૂઓ હાથી લાખનો | હાથી મર્યો તોય સવા લાખ ટકાનો. |
જીવને સુખ તો જેહાનને સુખ | (જેહાન જહાં; જગત) આપ સુખી તો જગત સુખી |
જીવમાં જીવ આવવો | શાંતિ થવી. |
જીવમાં જીવ છે ત્યાં સુધી | જીવવું ચાલુ છે ત્યાં સુધી. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.