| Proverb | Meaning |
| જેણે દાંત આપ્યા તે ચાવણું આપે જ | ભગવાન સૌની કાળજી રાખે જ. |
| જેણે દુનિયાનો ડર ન રાખ્યો તે ઈશ્વરનો ડર ક્યાંથી રાખે? | સમાજનો ડર ન રાખે તે ઈશ્વરનો ડર પણ ના રાખે. |
| જેણે નફો નહિ ખાધો તેણે ખાસડાં ખાધાં | લાભનો વિચાર ન કરે તે દુખી થાય. |
| જેણે પલાળ્યું તે મુંડે | શરૂ કરે તે પાર પાડે. |
| જેણે પાસ્યા તે જ રંગે | રંગ બેસાડવા ખટાશ વગેરે મૂકી તૈયારી કરી તે જ દાંત રંગે. |
| જેણે પાસ્યા તે રંગે | દાંત રંગવાની ક્રિયા શરૂ કરી એ જ પૂરી કરે. |
| જેણે માંખ મારી તે માણસ મારે | નાનાને મારે તે મોટાને પણ મારે. |
| જેણે મૂકી લાજ તેનું નાનું સરખું રાજ | શરમ છોડનારનું નામ કોઈ ન લે. |
| જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ | જેણે નિયમોનાં બંધન તોડ્યાં તેને થોડો વખત ફાયદો. (૨) શરમ મૂકે તે સુખી થાય. (૩) શરમ છોડનારનું કોઈ નામ ન લે. |
| જેણે રસ્તે ચડાવ્યા તેનો ખરો પાડ | જેણે ધંધે લગાડ્યા તેનો ઉપકાર ન ભૂલવો. |
| જેણે રાખી ટેક, તેને મળ્યા અનેક | ટેકીલું સુખી થાય. |
| જેણે રાખી લાજ તેનું બગડ્યું કાજ | શરમ રાખવા જાય તેનું કામ બગડે. |
| જેણે રાખ્યો વટ તેને વાણિયો ધીરે ઝટ | આબરૂદારને સૌ ધીરે. |
| જેણે સરજ્યું, તેણે વરજ્યું | કર્તા હર્તા બન્યા. |
| જેના ગયા દાંત, તેના ગયા સોલે સ્વાદ | દાંત જતાં ખાવાના સ્વાદ પણ જાય. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.