જેને કોઈ ના પહોંચે, તેને તેનું પેટ પહોંચે

Proverb Meaning
જેને કોઈ ના પહોંચે, તેને તેનું પેટ પહોંચે દુષ્ટ વ્યક્તિનાં સુખચેન એનાં સંતાનો જ છીનવી લે છે.
જેને ગાંઠમાં નાણાં તેને નિત્ય ટાણાં પૈસો ભેગો કરી ગાંઠે બાંધ્યો હોય તો બધું થાય.
જેને ગાડે બેસીએ તેનાં ગીત ગાઈએ જેવો પ્રસંગ તેવો વર્તાવ કરીએ.
જેને ઘેર કન્યા, તેને પરમેશ્વરે દન્યા (દન્યા દંડ્યા; દૂણ્યા; અન્યાય કર્યો; દુખ આપ્યું.) જે પુત્રીના પિતા થયા તેણે પુત્રી પાછળ કરકરિયાવર વગેરે કરી દુખી થવું પડે.
જેને ઘેર જઈએ તેની શીખીએ પેર જે ઘેર જવું તે ઘરની રીત જાણી તે મુજબ વર્તવું.
જેને ઘેર દોલત, તેનો ભાગિયો કોરટ જ્યાં સંપત્તિ ત્યાં વહેંચણીની વેળા કોરટે જવું પડે.
જેને ઘેર પારણું તેનું શોભે બારણું બાળકથી ઘર રળિયામણું દીસે છે.
જેને ઘેર બચ્ચાં બાલાં, તેને ઘેરે શાં દુકાળાં? વસ્તારી ઘરવાળાને ત્યાં કદી દુકાળ ન આવે.
જેને જે વીતે તે જાણે ને જેને માથે ભાર હોય તે જાણે જેને દુ:ખ પડ્યું હોય તે જ સમજે.
જેને જોઈએ શિંગ ને પૂંછ, તેને આપી દાઢી ને મૂછ ઈશ્વરનો કેવો અન્યાય! જેને પશુ બનાવવું જોઈતું હતું એને મનુષ્ય બનાવ્યો!
જેને દીઠે નહિ ઠરીએ, તેનાં કામથી શું ઠરીએ? જે વ્યક્તિ સામે ઊભેલી આનંદ ન આપતી હોય એનું કર્યું કામ તો કેમ જ ગમે?
જેને દેખી તાપ આવે, તે મારે આણે આવે જેનો પ્રભાવ પડે કે ધાક લાગે એવી વ્યક્તિ મને તેડવા આવવી જોઈએ.
જેને ધણીનું માન, તેને પરીનું માન ધણીનું માન જે મેળવી શકી હોય એ જ કુટુંબમાં બધાંનું માન પ્રાપ્ત કરી શકે.
જેને નહિ લાજ તેને અર્ધું રાજ જેણે લાજ છોડી તે અડધા રાજા બરાબર.
જેને પાંચે પુંચો સબધો તેને શી ફિકર? (સબધા મજબૂત) જેનાં બધાં કાંડાં ખમતીધર તેને શી ચિંતા?

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects