| 1 |
[ સં. ] |
पुं. |
અગ્નિ.
|
| 2 |
|
पुं. |
અઢાર માંહેનો એક મુખ્ય શિલ્પજ્ઞ.
|
| 3 |
|
पुं. |
અર્થવવેદનો એક ઋષિ.
|
| 4 |
|
पुं. |
અસુર.
|
| 5 |
[ અ. ] |
पुं. |
આભાર; ઉપકાર.
રૂઢિપ્રયોગ
૧. શુક્ર કરવો = આભાર માનવો.
૨. શુક્રે ખુદા = ખુદાનો આભાર; પ્રભુકૃપા.
|
| 6 |
|
पुं. |
આંખનું ફૂલ. એના સવ્રણ અને અવ્રણ એવા બે પ્રકારના છે.
|
| 7 |
|
पुं. |
ઈંદ્ર.
|
| 8 |
|
पुं. |
ઉત્તમ નામના મનુનો એક પુત્ર.
|
| 9 |
|
पुं. |
ઉષ્મા.
|
| 10 |
|
पुं. |
એ નામના અસુરના પુરોહિત એક ઋષિ; શુક્રાચાર્ય; ભાર્ગવ; ભૃગુઋષિના દીકરા; દૈત્યોના ગુરુ.
|
| 11 |
|
पुं. |
એ નામનો આકાશમાં ફરતો સૂર્યમંડળ માંહેનો એક ગ્રહ. તેનો મધ્ય વ્યાસ ૭,૬૬૦ માઈલ છે. તેની ઘનતા પાણીથી ૪.૮૧ પટ અને પૃથ્વીથી ૮૫ પટ છે. તેનો અંક્ષ પ્રદક્ષિણાકાળ ૨૩ ક, ૨૧ મિ. છે એને સૂર્ય પ્રદક્ષિણાકાળ ૨૨૪.૭ દિવસ છે. આ ગ્રહ બધા ગ્રહો કરતાં વધારે ચકચકિત લાગે છે. તેનો વ્યાસ લગભગ ૭,૭૦૦ માઈલનો છે. તે સૂર્યની આસપાસ ૨૨૮ દિવસમાં ફરી રહે છે. તેનું આકર્ષણ પૃથ્વીથી માત્ર ૧૫ ટકા ઓછું છે. શુક્ર પૃથ્વી થી સૂર્યની વધારે નજદીક હોવાને લીધે તેની સરાસરી ગરમી પૃથ્વી કરતાં ૯૦ અંશ વધારે છે. તેના ઉપર વાદળોનો જાડો થર જામેલો હોવાથી તેની સપાટી ઉપર ઘણો જ પ્રકાશ ઝળહળી રહ્યો છે. તેથી તે વધારે ચકચકિત લાગે છે. અંગ્રેજીમાં શુક્રને ` વીનસ ` એટલે પ્રીતિની દેવી કહે છે. શુક્ર કોઈવાર વહેલી રાત્રે દેખાય છે. કોઈવાર પરોઢિયે દેખાય છે. આને લીધે આ બે જુદા જુદા ગ્રહ હોવા જોઈએ એવી પ્રાચીન કાળમાં પાશ્ચાત્યોની સમજ હતી. શુક્રનો ઉદયાસ્ત ૫૮૪ દિવસમાં બે વાર થાય છે; એટલે શુમારે ૧૯ ચાંદ્રમાસ ને ૨૪ દિવસ જેટલા સમયમાં તેનો બે વાર ઉદય થાય છે ને બે વાર અસ્ત થાય છે. એકવાર ઉદય પામ્યા પછી ચાલુ દેખાતા રહેવાનું શુક્રનું પરામાન શુમારે ૨૪૮ દિવસ છે. તેને અસ્ત થવાનાં બે માન છે. એક શુમારે ૫૮થી ૭૫ દિવસ સુધીનું અને બીજું શુમારે ૮થી ૧૦ દિવસ સુધીનું. રાત્રિએ પ્રકાશનાર સર્વ આકાશસ્થ જ્યોતિઓમાં શુક્રના જેટલો તેજસ્વી અને શુક્રના જેટલો સુંદર બીજો કોઈ તારો નથી. શુક્ર કરતાં ચંદ્ર બહુ મોટો દેખાય છે. તેને લીધે એની ચાંદની વધારે પડે છે એટલું જ; પરંતુ જો જાતિનો વિચાર કરી કહીએ તો ચંદ્ર કરતા શુક્રનું તેજ વધારે છે. સૂર્યથી ૧૨ અંશ ઉપર ચંદ્ર જાય ત્યારે તેનું દર્શન થાય છે; જ્યારે શુક્રથી આઠ અંશ ઉપર જ દેખાવા માંડે છે. સૂર્યના પ્રકાશને ન ગણકારતાં દિવસે પણ દેખાનારા સર્વ ગ્રહોમાં શુક્ર એક જ છે. તે સવારે ઊગે છે ત્યારે સવારે શુમારે ૯ વાગ્યા પછી મધ્યાહ્ન વૃત્ત ઉપર આવેલો દેખાય છે. સાયંકાળે પશ્ચિમે દેખાય છે ત્યારે દિવસે શુમારે ૩ વાગ્યા પછી મધ્યાહ્નવૃત ઉપર આવે છે. ચંદ્ર તેની પાસે હોય તો દિવસે સહજ દેખાય છે. શુક્ર એકવાર સાયંકાળે પશ્ચિમે કે પરોઢિયામાં પૂર્વે દેખાવા માંડ્યો એટલે શુમારે ૮।। મહિના દેખાય છે. પછી તેનો અસ્ત થાય છે. શુક્રનો ઇનાપગમ પરમ થાય છે તેની આગળ પાછળ કેટલાક દિવસ તો તે બહુ તેજસ્વી દેખાય છે. આશરે ૧૩ કે ૧૪ મહિને ગુરૂ શુક્રનો એક વાર મેળાપ થાય છે. ઋગ્વેદમાં વેન નામે એક દેવતા છે તે શુક્ર જ હશે એમ મનાય છે. સૂર્યની આસપાસ ફરતાં શુક્ર કોઈવાર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે સૂર્ય આવે છે અને કોઇવાર તેની અને પૃથ્વીની વચ્ચે આવે છે. અંતર્યોગની વખતે તે આપણાથી શુમારે ૨।। કોટિ માઈલ હોય છે અને બહિર્યોગ વખતે શુમારે ૧૬ કોટિ માઈલ હોય છે. આ બે વખતે તે નથી દેખાતો નરી આંખે કે નથી દેખાતો દૂરબીન વતી. તેનો તે વખતે અસ્ત થાય છે. અંતર્યોગ અને બહિર્યોગના શુમારે તેનું બિંબ અનુક્રમે ૬૦ વિકલા અને ૧૦ વિકલા હોય છે. નરી આંખે તે આના કરતાં મોટાં દેખાય છે. ચંદ્ર અને શુક્ર એમનો કલા વૃદ્ધિક્ષયનો નિયમ એક જ છે. પરંતુ વસ્તુસ્થિતિ થોડીક જુદી છે. અંતર્યોગ વખતે શુક્રની અમાવાસ્યા થાય છે અને બહિર્યોગ વખતે પૂર્ણિમા થાય છે. પરંતુ આ બંને વખતે તેનો અસ્ત થાય છે આને લીધે શુક્રનું પૂર્ણબિંબ કોઈ દિવસ જોવાનું મળશે નહિ. તે દેખાવા માંડે છે ત્યારે વદ બીજના ચંદ્ર જેવો દેખાય છે. પરમ ઇનાપગમ થાય છે ત્યારે વદિ ૮ના ચંદ્ર જેવો દેખાય છે અને અસ્ત થતા પહેલાં વદી ૧૪ના ચંદ્ર જેવી તેની કોર દેખાય છે. અંતર્યોગ વખતે સૂર્ય અને આપણી વચ્ચે શુક્ર આવે છે. પરંતુ પૃથ્વી અને શુક્રની કક્ષાની સપાટી વિષમ હોવાને લીધે શુક્ર પ્રત્યેક અંતર્યોગ વખતે ઠેઠ સૂર્યની આડે આવતો નથી. પરંતુ સહેજ ઉતરે કે દક્ષિણે હોય છે. તે સૂર્યબિંબનું અધિક્રમણ ઘણે વર્ષે કરે છે. ૨૪૩ વર્ષમાં તે અધિક્રમણ ફકત ચાર વાર થાય છે. એકવાર અધિક્રમણ થયા પછી ૧૦.પ।।, ૮, ૧૨૧।।, ૮ એટલાં વર્ષોએ ક્રમથી થાય છે. શુક્ર નિયમિત કાળે સૂર્યનું અધિક્રમણ કરે છે. એ વાતની કેપ્લરની પહેલાં કોઈને ખબર નહોતી. શુક્રનું અધિક્રમણ નરી આંખે દેખાય છે. શુક્ર ઉપર વાતાવરણ છે. તે બહુ જ જાડું છે અને તેમાં બહુ જાડાં વાદળાંઓ હોય છે. પૃથ્વી ઉપરના વાતાવરણમાં ક્ષિતિજ આગળ કિરણોનું વક્રીભવન ૩૪ કલા છે. શુક્રના વાતાવરણમાં ૪૪ કલા છે. શુક્રનું તેજ વધારે હોવાના સબબે દૂરબીનમાંથી તેનો વેધ લેવાને થોડી અડચણ પડે છે; તેવી જ રીતે તેનું વાતાવરણ બહુ જાડુ છે અને તેમાં જાડા વાદળાં હોય છે. તેને લીધે તના પૃષ્ઠ ભાગ ઉપર જમીન, પાણી, પર્વત ઇત્યાદિનાં સ્થાયી ચિહ્નો કંઈ દેખાતાં નથી. પરંતુ શુક્ર ઉપર ડુંગરા હશે એવું અનુમાન થાય છે. તેને અક્ષપ્રદક્ષિણામાં કેટલો વખત લાગે છે તે ખાત્રીપૂર્વક સમજાતું નથી. શુક્ર ઉપર દિવસ શુમારે ૨૩ કલાક ૨૧ મિનિટનો છે, એવો હાલમાં શુમાર કાઢેલો છે. તેનું વર્ષ આપણા ૨૨૫ દિવસનું છે, અને તેનો દિવસ આપણા દિવસ કરતાં થોડોક નાનો છે. તેથી તેના વર્ષમાં તેના દિવસને અટકળે ૨૩૦ દિવસ થાય છે. ઋતુ પણ આપણા કરતાં નાની હોવી જોઈએ. અહિં કરતાં ત્યાં ગરમી બહુ છે. આને લીધે વનસ્પતિનો ફાલ અહિં કરતાં ત્યાં વધારે થતો હશે ત્યારે ત્યાં મોટા વરસાદની જરૂર નહિ પડતી હોય. પૃથ્વી ઉપર પડતા સૂર્ય પ્રકાશથી બેવડો સૂર્યપ્રકાશ શુક્ર ઉપર પડે છે. આપણને સૂર્ય જેવડો દેખાય છે તેથી બેવડો તે શુક્ર ઉપરના લોકોને દેખાય છે. શુક્રને ચંદ્ર નથી પણ આપણને ગુરૂ કે શુક્ર જેટલો તેજસ્વી દેખાય છે તેથી પુષ્કળ તેજસ્વી આપણી પૃથ્વી તેઓને દેખાય છે અને આપણને જેટલો ચંદ્ર પ્રકાશ મળે છે તેટલો નહિ તો પૂર્ણ ચંદ્રની વીસમા હિસ્સા જેટલો પ્રકાશ શુક્ર ઉપરના લોકોને આપણી પૃથ્વી અને ચંદ્ર એ બંને પાસેથી મળે છે. શુક્રની પ્રકૃતિ વાત અને કફયુક્ત છે. તેની અસર: ગળું, હડપચી, ગાલ, શુક્રસ્થાન, યોનિ, નસ વગેરે ઉપર થાય છે. મધુમેહ, દોષ, ગુપ્ત ભાગમાં કષ્ટ વગેરે દરદો એના દોષથી થાય છે. શુક્ર વીર્યનો અધિપતિ છે.
|
| 12 |
|
पुं. |
( પુરાણ ) એ નામનો એક નાગ. એ અષાઢ માસના આદિત્યાના સમાગમમાં સંચાર કરે છે.
|
| 13 |
|
पुं. |
એ નામનો એક વાર; શુક્રવાર.
|
| 14 |
|
पुं. |
કામ.
|
| 15 |
|
पुं. |
કુબેરનો એ નામનો એક મંત્રી.
|
| 16 |
|
पुं. |
ગાયત્રીના ચોવીશ માંહેનો એક ઋષિ.
|
| 17 |
|
पुं. |
ચિત્રાનું ઝાડ.
|
| 18 |
|
पुं. |
ચોવીસમો યોગ.
|
| 19 |
|
पुं. |
જય; જીત; ફતેહ.
|
| 20 |
|
पुं. |
જેઠ માસ; એક સૌર માસનું નામ; વર્ષના ક્રમમાં ત્રીજો મહિનો. એની પૂર્ણિમા જયેષ્ઠા નક્ષત્રમાં આવે છે જેથી એને જ્યેષ્ઠ કે જેઠ મહીનો કહે છે. એ મહિનામાં મિત્ર નામનો આદિત્ય સૂર્ય મંડળનો અધિપતિ હોઈ, એની સાથે અત્રિ ઋષિ, મેનકાઅપ્સરા, હાહા ગંધર્વ, તક્ષક નાગ, રથસ્વત યક્ષ અને પૌરુષેય રાક્ષસ સંચાર કરે છે. હિંદુસ્તાનમાં તે વખતે ગ્રીષ્મ ઋતુ હોય છે અને ઉત્તરગોળાર્ધમાં વસંતઋતુ હોય છે અને સૂર્ય મિથુન રાશિમાં હોય છે.
|
| 21 |
[ સં. ] |
पुं. |
દ્રોણ કલશની અંદર લીધેલો સોમ રસ.
|
| 22 |
|
पुं. |
પરમેશ્વર; પ્રકાશરૂપ પૂર્ણ બ્રહ્મ; સચ્ચિદાનંદ; બ્રહ્મ; આત્મા; અમૃત.
|
| 23 |
|
पुं. |
પ્રતાપ.
|
| 24 |
|
पुं. |
પ્રમેહના વીશ માંહેનો એક પ્રકાર. તે કફથી થાય છે.
|
| 25 |
|
पुं. |
( પુરાણ ) વારુણિ ભૃગુના પુલોમાને પેટે થયેલા સાત પુત્રોમાંનો પાંચમો પુત્ર. એના ભાઇનું નામ ચ્યવન. એને શતપર્વા નામે સ્ત્રી હતી. એને ચાર પુત્રો હતા. એ અસુરોનો પુરોહિત હતો તેથી પ્રસ્તુત પુરંદર ઇંદ્રે પોતાની જયંતી નામની કન્યા એને બુદ્ધિપૂર્વક પરણાવી હતી. એને પેટે એને દેવયાની નામે કન્યા થઇ હતી. એની દેવી નામે પુત્રી વરુણની ભાર્યા હતી. શુક્ર જબરો યોગ જાણનારો હતો. પોતાના યોગ બળે એણે કુબેરના શરીરમાં પ્રવેશ કરીને કુબેરનું ઘણું દ્રવ્ય લઇ લીધું. આથી કુબેર શંકર ભગવાનને શરણે ગયો. શુક્ર કુબેરના શરીરમાંથી નીકળી શંકરની પાસે આવીને ઊભો રહ્યો. શંકરે એને મારવાને ત્રિશૂળ લીધું એટલે એ ત્રિશૂળની અણી ઉપર બેસી ગયો. છેવટે શંકરે એને પકડીને મોંમાં મૂકી દીધો. પેટમાં રહ્યે એણે શંકરની ઘણી સ્તુતિ કરી તેથી શંકરના કહેવાથી તે લિંગ રસ્તે નીકળ્યો અને પાર્વતીને પ્રાર્થના કરી કે હું આપનો પુત્ર છું; તેથી પાર્વતીએ એને બચાવ્યો અને આ રસ્તે પેટમાંથી બહાર આવવાને લીધે એનું શુક્ર એવું નામ પડયું.
|
| 26 |
|
पुं. |
( પુરાણ ) વિષ્ણુપદ પર્વત પર બેસીને ધર્મરથ રાજાની સાથે યજ્ઞસંબંધી સોમપાન કરનાર એ નામનો એક રાજા.
|
| 27 |
|
पुं. |
( પુરાણ ) વૈશ્રવણનો એક ધનાધ્યક્ષ.
|
| 28 |
|
पुं. |
( પુરાણ ) શર્યાતિનો પુત્ર એણે પાંડવોને ધનુર્વિદ્યાનો ઉપદેશ કર્યો હતો.
|
| 29 |
|
पुं. |
સાર.
ઉપયોગ
બૃહવૃચીએ ભૂઃ અને સ્વઃ નામની ત્રણે વ્યાહુતિઓને વેદત્રયીનો શુક્ર-સાર કહેલાં છે. – વિષ્ણુ
|
| 30 |
|
पुं. |
સુભાગ્ય.
|
| 31 |
|
पुं. |
સૂર્યના એકસો આઠ માંહેનું એક નામ.
|
| 32 |
|
पुं. |
સ્મૃતિનો એક ભાગ.
|
| 33 |
|
पुं. |
( પુરાણ ) હવે પછી થનાર સાવર્ણિ મનુનો એક પુત્ર.
|
| 34 |
|
न. |
તેજ.
|
| 35 |
|
न. |
( જૈન ) દિગંબર સંપ્રદાયે માનેલ સોળ માંહેનું નવમું સ્વર્ગ.
|
| 36 |
|
न. |
વીર્ય; ધાત; ધાતુ; રેત.
|
| 37 |
|
वि. |
કાણું.
|
| 38 |
[ સં. ] |
वि. |
તેજસ્વી.
|