| Head Word | Concept | Meaning |
| વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | નામ: વેર, વેર વાળવાની વૃત્તિ, બદલો, વેરની વસૂલાત, કિન્નો, મીઠું વેર, પ્રતિશોધ, કુલવેર, હાડવેર, કુટુંબવેર, લોહીની દુશ્મનાવટ, વેરવૃત્તિ, ઓલ્યા ભવના વેરી. |
| Head Word | Concept | Meaning | વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | વેરનો બદલો લેવાની વૃત્તિ, વેરનું સાટું વાળવાની વૃત્તિ, પ્રતિવેર, પ્રતિશોધ, બૂમરેંગ, દુષ્કાર્યનો બદલો, દુષ્ટતા સામે દુષ્ટતા, અસત્ સામે અસત્, સજા, શિક્ષા. | વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | વિશે: વૈરપૂર્ણ, વેરી, વૈરવૃત્તિ રાખનાર, કિન્નાખોર. | વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ક્રિયા: વેર લેવું, પોતાનું વેર વસૂલ કરવું, વળતો ઘા કરવો, જેવાની સાથે તેવા થવું, શઠમ્ પ્રતિ કરવું. | વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | હિસાબ સમતોલ કરવો, હિસાબ ચૂકવી દેવો, એનાજ સિક્કામાં પરત કરવું, બરાબર એવુંજ વળતર આપવું, અનિષ્ટ સાથે અનિષ્ટ કરવું. | વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ક્રિ.વિ.: વેરપૂર્વક, વેર ભાવનાપૂર્વક. | વેર | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ઉક્તિ: શઠમ્ પ્રતિ શાઠયમ્. વેરથી વેર શમતું નથી. સાપ-નોળિયાનો સંબંધ. આંખ સાટે આંખ, દાંત સાટે દાંત, હાથ સાટે હાથ, પગ સાટે પગ. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.